ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ(GSSSB),ગાંધીનગર દ્વારા આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ નિયંત્રણ હેઠળના નિયામકશ્રી આયુષની કચેરી હસ્તકની સ્ટાફ નર્સ (આયુર્વેદ),વર્ગ- ૩ સંવર્ગની કુલ ૯૦ જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રીયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી OJAS વેબસાઇટ મારફતે ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર તા.૩૦/૦૩/૨૦૨૬ થી તા.૧૩/૦૪/૨૦૨૬ દરમિયાન ઓનલાઇન અરજી કરવાની રહેશે.
ભરતી પ્રક્રીયા સબંધેની તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ https://ojas.gujarat.gov.in મૂકવામાં આવશે. તેથી સમયાંતરે મંડળની વેબસાઇટ અચૂક જોતા રહેવું.
ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરતા સમયે પોતાના અસલ પ્રમાણપત્રો પોતાની પાસે રાખવા જરુરી છે. જેથી અરજીપત્રકમાં સાચી માહીતી ભરી શકાય. નોકરીની જાહેરાત માટે અમારી વેબસાઇટ www.jobsarakari.in ની અચૂક મુલાકાત લો.
Vacancy Details સ્ટાફ નર્સ (આયુર્વેદ),વર્ગ-૩ Posts 2025:
| કુલ જ ગ્યા ઓ | કક્ષાવાર જગ્યાઓ | કક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓ માટે અનામત જગ્યાઓ | કુલ જગ્યાઓ પૈકી અનામત | |||||||||
| બિન અ ના મ ત | આર્થિક રીતે નબળા વર્ગ | સા. શૈ.પ. વર્ગ | અનુ. જાતિ | અનુ. જન જાતિ | બિન અના મત | આર્થિ ક રીતે નબ ળા વર્ગ | સા. શૈ.પ. વર્ગ | અનુ. જાતિ | અનુ. જન જાતિ | શારી. અશ ક્ત | માજી સૈનિક | |
| ૯૦ | ૪૭ | ૦૯ | ૧૫ | ૦૦ | ૧૯ | ૧૫ | ૦૨ | ૦૫ | ૦૦ | ૦૬ | ૦૦ | ૦૯ |
લાયકાત – સ્ટાફ નર્સ (આયુર્વેદ),વર્ગ-૩ GSSSB 2025:
૧. આયુર્વેદ નર્સિંગ ડિપ્લોમાં કરેલ હોવુ જોઇએ, / ગુજરાત આયુર્વેદક નર્સિંગમાંથી મેળવેલ નર્સિંગ કોર્સનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઇએ.
૨. ગુજરાત સિવિલ સર્વિસીસ વર્ગીકરણ નિયમો ૧૯૬૭ માં નિર્ધારીત કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન ધરાવતા હોવા જોઇએ.
૩. ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઇએ.
નાગરીકતા (Nationality) :
ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઇએ અથવા ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭ના નિયમો-૭ની જોગવાઇ મુજબની રાષ્ટ્રીયતા ધરાવતા હોવા જોઇએ.
Age Limit – GSSSB Class–3 સ્ટાફ નર્સ (આયુર્વેદ),Recruitment ૨૦૨૫:
અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી નહી અને ૪૫ વર્ષથી વધુ ન હોવી જોઇએ. (સામાન્ય વર્ગના મહિલા ઉમેદવારો, અનામત વર્ગના પુરુષ તથા મહિલા ઉમેદવારો, માજી સૈનિક, દિવ્યાંગ ઉમેદવારોને સરકારના નિયમોનુસર વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.
પગારધોરણ (Salary) – સ્ટાફ નર્સ (આયુર્વેદ),વર્ગ-૩ ( Pay Scale ) :
પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ રૂ ૪૦,૮૦૦/- ના ફિક્સ પગારથી નિમણૂક અપાશે.
નિમાયેલા ઉમેદવાર પાંચ વર્ષના અંતે ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાયેથી સંબંધિત કચેરીમાં સાતમા પગાર પંચના રૂ.૨૯,૯૦૦/- થી રૂ.૯૨,૩૦૦/-(લેવલ-૫)ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂંક મેળવવાને પાત્ર થશે.
પરીક્ષા પધ્ધતિ ( Exam Pattern ) – સ્ટાફ નર્સ (આયુર્વેદ),વર્ગ-૩ 2025
સીધી ભરતીથી જગ્યાઓ ભરવા માટે ઠરાવેલી પરીક્ષા પદ્વતિ અનુસાર પરીક્ષા એક તબક્કામાં હેતુલક્ષી MCQ (Multiple Choice Question) પ્રકારના પ્રશ્નોવાળી CBRT/OMR પદ્વતિની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે.આ પરીક્ષા Part-A અને Part-B એમ બે ભાગમાં લેવામાં આવશે. (નોંધ : અભ્યાસક્રમની વિષયવસ્તુ નિયત કરેલી શૈક્ષણિક લાયકાત મુજબ રહેશે.) Part-A
| ક્રમ | વિષય | ગુણ |
| ૧ | તાર્કિક કસોટી તથા Data Interpretation | ૩૦ |
| ૨ | ગાણિતિક કસોટીઓ | ૩૦ |
| 3 | ભારતનું બંધારણ,વર્તમાન પ્રવાહો,ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન | 30 |
| કુલ ગુણ | ૯૦ |
Part-B
| ક્રમ | વિષય | ગુણ |
| ૧ | સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો | ૧૨૦ |
| કુલ ગુણ | ૧૨૦ |
Application fees – સ્ટાફ નર્સ (આયુર્વેદ),વર્ગ-૩:
| ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની તમામ પરીક્ષાઓ માટે પરીક્ષા ફી નું ધોરણ | ||
| બિન અનામત વર્ગ | અનામત વર્ગના તમામ ઉમેદવારો માટે | |
| પ્રાથમિક પરીક્ષા | રૂ. ૫૦૦/- | રૂ. ૪૦૦/- |
| આ પરીક્ષા ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત કરવામાં આવશે | ||
ઓનલાઇન પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ ૧૭/૦૪/૨૦૨૬ રહેશે. ત્યારબાદ મંડળ દ્વારા કોઇ પણ સંજોગોમાં અન્ય કોઇ પણ રીતે (લેઇટ ફી લઈને પણ) પરીક્ષા ફી સ્વીકારવામાં આવશે નહીં.
How to Apply – સ્ટાફ નર્સ (આયુર્વેદ),વર્ગ-૩ 2025:
આ જાહેરાતમાં અરજી કરવા માંગતા ઉમેદવારોએ ઓન લાઇન અરજી કરવાની રહેશે. આ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર તા.૩૦/૦૩/૨૦૨૬ થી તા.૧૩/૦૪/૨૦૨૬ દરમિયાન ઓનલાઇન અરજી કરવાની રહેશે.
અરજીપત્રક ભરવા માટે ઉમેદવારોએ નીચેના મુજબના સ્ટેપ અનુસારવા પડશે.
૧. સૌ પ્રથમ “https://ojas.gujarat.gov.in” વેબસાઇટ પર જવું.
૨. ત્યાર બાદ “On line Application”માં Apply પર Click કરવું અને GSSSB સિલેક્ટ કરવું.
૩. ઉમેદવારે સ્ટાફ નર્સ (આયુર્વેદ) ,વર્ગ-૩ સંવર્ગની જાહેરાત ઉમેદવારી કરવા માટે જાહેરાત સંવર્ગના નામ પર Click કરી Apply પર Click કરવું. ત્યારબાદ સ્ક્રીન પર More Details અને Apply now ના ઓપ્શન ખૂલશે. જેમાં More Details પર Click કરવાથી વિગતવાર જાહેરાતની વિગતો જોવા મળશે. જે ઉમેદવારોએ વાંચી જવી.
૪. “Apply now” પર Click કરવાથી નવી વિન્ડો ખુલશે. જેમાં “Skip” પર ક્લિક કરવાથી Application Format ખુલશે. જેમાં સૌ પ્રથમ “Personal Details” ઉમેદવારે ભરવાની રહેશે.
૫. “Personal Details” ભરાયા બાદ “Educational Details” ભરવાની રહેશે.
૬. ત્યારબાદ “Assurance”(બાંહેધરી)માં દર્શાવેલ શરતો સ્વીકારવા માટે ”Yes” Select કરી “Save” પર ક્લિક કરવું હવે અરજી પૂર્ણ રીતે ભરાઇ ગયેલ છે.
૭. “Save” પર ક્લિક કરવાથી “Application Number” generate થયેલ હશે. તે ઉમેદવારે સાચવીને રાખવો.
૮. ઉમેદવારે માગ્યા મુજબની સાઇઝમાં તાજેતરનો ફોટો અને સહી સ્કેન કરીને અપલોડ કરવાની રહેશે.
૯. હવે “Confirm Application” પર ક્લિક કરો અને “Application Number” તથા Birth Date type કર્યા બાદ Ok પર Basic Details અને “Confirm Application” દેખાશે. જો ઉમેદવારની કોઇ ભુલ થઇ હોય તો Edit કરી સુધારો કરી લેવો. ત્યારબાદ “Confirm Application” પર ક્લિક કરવું. ત્યારબાદ “Confirm Number” આવશે. તેને ઉમેદવારે સાચવવાનો રહેશે.
૧૦. “Confirm Number” નંબર નાખીને ઉમેદવારે પોતાના અરજીપત્રક્ની Printની નકલ કાઢી લેવાની રહેશે.
Important Dates – GSSSB સ્ટાફ નર્સ (આયુર્વેદ) , વર્ગ-૩ 2025:
| જગ્યાનું નામ | GSSSB સ્ટાફ નર્સ (આયુર્વેદ),વર્ગ-૩ |
| ઓન લાઇન અરજી ફોર્મ ભરવાની શરુઆત તારીખ | તા.૩૦/૦૩/૨૦૨૬ |
| ઓન લાઇન અરજીફોર્મ ભરવાની છેલ્લી તારીખ | તા.૧૩/૦૪/૨૦૨૬ |
| ઓન લાઇન અરજીફોર્મ ફી ભરવાની તારીખ | તા.૧૭/૦૪/૨૦૨૬ |
| સંભવિત ઓન લાઇન પરીક્ષા તારીખ | ટૂંક સમયમાં જાહેર થશે. |
Important Links – GSSSB સ્ટાફ નર્સ (આયુર્વેદ) ,વર્ગ–૩ Bharti:
| મહત્વની લિંક | Link |
| જાહેરાત માટે | https://gsssb.gujarat.gov.in |
| ઓન લાઇન અરજી કરવા માટે | https://ojas.gujarat.gov.in |
| વિઝિટ કરો અમારી ગુજરાતી વેબ સાઇટ | www.jobsarakari.in |
મહત્વની નોંધ : ઉમેદવારોએ અરજીપત્રક ભરતા પહેલા ઓફિસીયલ જાહેરાત જરૂરથી જોવાની રહેશે. તેમાં આપવામાં આવેલ માહિતી આખરી ગણાશે. આ બ્લોગમાં આપવામાં માહિતી મુળ જાહેરાતને સંદર્ભમાં રાખીની લખવામાં આવેલ છે.
