મંગળવાર, 24 ડિસેમ્બર, 2024

THE INDIAN NAVYમાં શોર્ટ સર્વિસ કમિશન દ્વારા (INFORMATION TECHNOLOGY) બ્રાંચમાં EXECUTIVE ની ભરતી

 


 THE INDIAN NAVY

                THE INDIAN NAVYમાં શોર્ટ સર્વિસ કમિશન દ્વારા S S C EXECUTIVE (INFORMATION TECHNOLOGY) બ્રાંચ માટે ભારતીય અપરણીત પુરુષ અને મહિલાઓ પાસેથી ઓનલાઇન અરજી મંગાવવામાં આવે છે.ભારતીય નૌકાદળમાં જોડાઇને દેશ સેવા કરવા માંગતા યુવાનો માટે સુવર્ણતક છે. આ જગ્યાઓ ઉપર અરજી કરવા માંગતા ઉમેદવારોએ માગ્યા મુજબની માહિતી ભરીને ઓંલાઇનફોર્મ ભરવાનુ રહેશે.

                THE INDIAN NAVYનો આ કોર્ષ જૂન 2025થી ચાલું થશે. આ જગ્યા માટે જે ઉમેદવારો યોગ્યતા ધરાવતા હશે.તેમને નોવેલ એકેડેમી ઇઝેમાલા કેરલ ખાતે આવેલ તાલિમ કેંદ્રા ખાતે તાલિમ લેવાની રહેશે. નિમણૂક થયા પછી ઉમેદવારોએ ભારત સરકારના નિર્ધારીત નિયમો /શરતો પૂર્ણ કરવાની રહેશે.

SSC Executive (Information Technology) Jun 25 Coursની શૈક્ષણીક લાયકાત:

જગ્યાનુ નામ

શૌક્ષણિક લાયકાત



SSC Executive (Information Technology)

1ઉમેદવાર ધોરણ 10/ધોરણ 12 માં અંગ્રેજી વિષયમાં 60% માર્કસ સાથે પાસ હોવો જોઇએ

2M.Sc/BE/B.Tech/M.Tech/Computer Science&Engineering(ઓફિસલ જાહેરાત મુજબ)

3MCA With BCA/BSc Information Technology

SSC Executive (Information Technology) Jun 25 Coursની જગ્યાની સંખ્યા :

SSC Executive (Information Technology) કુલ 15 જગ્યાઓ પર ભરતી થશે.

 નોધ : આ જગ્યાઓમાં વધઘટ થવાને પાત્ર  છે.

 SSC Executive (Information Technology) Jun 25 Cours માં N C C ના ઉમેદવારો માટેની લાયકાત:

1 N C C માં “C“ સર્ટિફિકેટ ધરાવતા ઉમેદવારોની પસંદગી યાદીમાં કુલ કટ ઓફ માર્કમા 5%ની છૂટછાટ મળવાપાત્ર રહેશે.

2 N C C માં “C“ સર્ટિફિકેટ ધરાવતા ઉમેદવારોને NAVY/AIR WING/ARMYમાં “B” ગ્રેડ હોવો જોઇએ.

3 N C C માં “C“ સર્ટિફિકેટ 01 જુન 2022.પછીનુ હોવુ જોઇએ.

SSC Executive (Information Technology) Jun 25 Cours માટે તબિબિ પરીક્ષણ:

S S C ના માગ્યા મુજબના શારિરીક માપદંડોમાંથી ઉમેદવારોએ પસાર થવાનું રહેશે. કોઇ પણ સંજોગોમાં તબિબિ પરીક્ષણમાં છૂટ્છાટ મળવાપાત્ર રહેશે નહી. (શારિરીક માપદંડોની માહિતી ઓફિસલ વેબસાઇડ www.joinindiannavy.gov.in   પર મળી જશે.)

SSC Executive (Information Technology) Jun 25 Coursમાં પસંદગી પ્રક્રીયા :

ઉમેદવારોએ શૈક્ષણિક વર્ષમાં મેળવેલા માર્કસના આધારે શોર્ટ લીસ્ટે બનાવવામા આવશે.(માર્કસની ગણતરી માટેની માહિતી માટે ઓફિસલ વેબસાઇડ  www.joinindiannavy.gov.in પર વિઝિટ કરવી. મેરીટમાં આવતા ઉમેદવારોએ જ તબિબિ પરીક્ષણ અને અન્ય સ્ટેપમાંથી પસાર થવાનુ રહેશે .

SSC Executive (Information Technology) Jun 25 Coursમાં મળવાપાત્ર પગાર :

રૂ.56100/ + અન્ય સરકારી મળતા લાભોનીમાહિતી માટે ઓફિસલ વેબસાઇડ  www.joinindiannavy.gov.in પર વિઝિટ કરવી.

SSC Executive (Information Technology) Jun 25 Cours માટે મહત્વની તારીખો :

મહત્વની તારીખ

તારીખ

અરજીપત્રક ભરવાના શરૂ થવાની તા.

29મી ડિસેમ્બર 2024.

અરજીપત્રક ભરવાની છેલ્લી તા.

10મી જાન્યુઆરી 2025

 SSC Executive (Information Technology) Jun 25 Coursમાં અરજી કેવી રીતે કરવી :

1 નૌકાદળની ઓફિસલ વેબસાઇડ www.joinindiannavy.gov.in પર જઇને પ્રથમ ઉમેદવારે પોતાની Email ID અને મોબાઇલ નંબરથી રજીસ્ટર થવાનું રહેશે.

2  રજીસ્ટર થયેલા ઉમેદવારે લોગિન થવાનુ રહેશે. અને ઓપન થયેલા અરજીફોર્મને માગ્યા મુજબની માહિતી ભરવાની રહેશે

3 માગ્યા મુજબના  પ્રમાણપત્રોને સ્કેન કરીને અરજીપત્રક્માં ઉપલોડ કરવા.

4 અરજી ફોર્મને ફાઇનલ સબમિટ કરતા પહેલા મહિતી યોગ્ય ભરાય છે કે કેમ તે તપાસી લેવુ અને પછી જ ફોર્મ સબમિટ કરવુ.

અરજી ફોર્મને ફાઇનલ સબમિટ કર્યા પછી અરજી ફોર્મની પ્રિન્ટ કરી પોતાની પાસે રાખી લેવી.

નોધ :

 અરજીફોર્મ ભરતા પહેલા ઉમેદવારોએ ઓફિસકલ જાહેરાત ડાઉનલોડ કરીને યોગ્ય અભ્યાસ કર્યા પછી જ  અરજીફોર્મ ભરવાનુ રહેશે. ઓફિસકલ જાહેરાતમાં આપેલ માહિતીને અનુસરવાનુ રહેશે

  

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો