મંગળવાર, 3 ડિસેમ્બર, 2024

ભારતીય હવાઇદળમાં વિવિધ ૩૩૬ જગ્યા માટે ભરતી

 
ભારતીય હવાઇદળમાં ભરતી


ભારતીય હવાઇદળમં વિવિધ ૩૩૬ જગ્યાની ભરતી માટે નોકરી માટે ઇચ્છુક ભારતીય યુવનો પાસેથી ઓનલાઇન અરજી મંગાવવામાં આવે છે.
 
જે યુવાનો દેશની સેવામા જોડાવવા માંગતા હોય તેમના માટે આ જાહેરાત એ  સોનેરી તક છે 
એરફોર્સ  દ્રારા એરફોર્સ કોમન એડમિશન ટેસ્ટ (AFCAT)  ૧/૨૦૨૫ માટે જાહેરાત આપવામાં આવિ છે . 

હવાઇદળમાં નોકરી કરવા ઇચ્છા ધરાવતા ઉમેદવારો ૨ ડિસેમ્બર થી ઓફિશિયલ વેબસાઇડ fcat.cdac.in પર જઇને  એરફોર્સ કોમન એડમિશન ટેસ્ટ (AFCAT) માટે રજિસ્ટ્રેશન કરી શકે છે.

એરફોર્સ કોમન એડમિશન ટેસ્ટ (AFCAT)નું રજિસ્ટ્રેશન ૦૨ દિસેમ્બર ૨૦૨૪ થી શરૂ થઈ રહ્યું છે જે ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ સુધી ચાલુ રહેશે.

જગ્યાની જાણકારી :

AFCAT  ૦૧/૨૫માં ફ્લાઇગ બ્રાંચ ગ્રાઉંડ ડ્યુટી(ટેક્નિકલ અને નોન ટેક્નીકલ) વિભાગો માં ૩૩૬ જગ્યામા યોગ્ય ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. 
ફ્લાઇંગ બ્રાંચ - ૩૦ જગ્યા
ગ્રાઉંડ ડ્યૂટી ( ટેક્નિકલ) - ૧૫૯ જગ્યા
ગ્રાઉંડ ડ્યૂટી(નોન ટેક્નિકલ) - ૧૧૭ જગ્યા 

વિવિધ જગ્યા મુજબ જરૂરી શૈક્ષણિક લાયકાત

ફ્લાઇંગ બ્રાંચ  માટે :
 ધોરણ ૧૨માં ફિઝિક્સ અને ગણિત વિષય સાથે પાસ હોવા જોઇએ અને તેની સાથે BE/BTc ડીગ્રી હોવી જોઇએ.
ગ્રાઉંડ ડ્યૂટી(ટેક્નિકલ) : 
એરોનોટીકલ એંજિનિયર ઇલેકટ્રોનિક્સ: ૧૦+૨ સ્તર પર ન્યુનતમ ૬૦% અંક  ફિઝિક્સ અને ગણિત સાથે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટિથી બી.ઇ./બિ.ટેક ની લાયકાત 
એરોનોટીકલ એંજિનિયર મેકેનિકલ : 
 ૧૦+૨ સ્તર પર ફિઝિક્સ અને ગણિતમાં  ૬૦% માર્કસ અને મેકેનિકલ એંજિનિયરીગ ,ઔધોગિક એંજિનિયરીગ,એરોનોટિક એંજિનિયરીગમાં ચાર વર્ષિય એંજિનિયરીગ/ સમક્ષ ડિગ્રી

ગ્રાઉંડ ડ્યૂટી નોન ટેક્નિકલ 

એડ્મિનિસ્ટ્રેશ એન્ડ  લોજિસ્ટિક્સ :
કોઇ પણ પ્રવાહ મા ૬૦% સાથે ગ્રેજ્યુએશની ડિગ્રી 
શારીરિક યોગ્યતા : 
લંબાઇ પુરુષ ૧૫૭.૫ સેમી
મહિલા ૧૫૨ સેમી
એકાઉન્ટ : 
B.COM ની લાયકાત ૬૦% માર્કસ સાથે પાસ
શારીરિક યોગ્યતા : લંબાઇ પુરુષ  ૧૫૭.૫ સેમી
                                        મહિલા   ૧૫૨ સેમી
NCC  સ્પેશિયલ એન્ટ્રી :
 NCC અ‍ૅયર્વિંગ સિનિયર ડિવિજન "સી" પ્રમાણપત્ર અને અન્ય લાયકત 

વયમર્યાદા :

 ફ્લાઇંગ બ્રાન્ચ માટે :       ૨૦થી ૨૪ વર્ષ

ગ્રાઉંડ ડ્યૂટી ( ટેક્નિકલ) /ગ્રાઉંડ ડ્યૂટી(નોન ટેક્નિકલ) જગ્યા માટે:
          ઓછામા ઓછા ૨૦ થી ૨૬ વર્ષ વધુમા વધુ

ઉમેદવારની પરિક્ષા ફી:

 AFCAT  ૨૦૨૫મા અરજી કરનાર અરજદારને ૫૫૦ રૂ અરજી ફી આપવાની રહેશે
NCC  ની સ્પેશલ એન્ટ્રીમા કોઇ ફી  નથી.

AFCAT  ૨૦૨૫ની ભારતી પ્રક્રિયા :

૧ લેખિત પરિક્ષા
૨ ઇન્ટરવ્યુ 
૩ ફિઝિકલ ટેસ્ટ
૪ ડોક્યુમેન્ટ વેરિફિકેશન રહેશે

અરજી કેવી રીતે કરવી:

afcat.cdac.in ની વેબસાઇડ ઉપર જઇને પ્રથમ પોતાનુ રજીસ્ટ્રેશન કરવું ત્યાર પછી લોગ ઇન થઇને ફોર્મ ભરવું અને જરુરી દસ્તાવેજો uplod કરી પેમેન્ટ કરીને ફોર્મ સબમીટ કરવૂં.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો